
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મહાકુંભમાં શ્રદ્ધાળુંઓની ભારે ભીડ છે. લગભગ 8-10 કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં છે. કાલે આશરે 5.5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. આ જે ભારે દબાણ શ્રદ્ધાળુઓને કારણે અને તેમના સંગમમાં આવવાને કારણે બન્યું છે. તંત્ર ત્યાં હાજર છે.
https://twitter.com/ANI/status/1884463182913449992
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. લગભગ 8થી 10 કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં છે. કાલે પણ 5.5 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. આ જે ભારે દબાણ શ્રદ્ધાળુઓને કારણે અને શ્રદ્ધાળુઓના સંગમમાં જતા બનાવ બન્યો છે. રાત્રે 1થી 2 વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા તે તોડીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. સતત તંત્ર સ્થાનિક સ્તર પર શ્રદ્ધાળુઓને સ્નાન કરાવવા માટે તૈનાત છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે- રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ તોડીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત સ્થાનિક તંત્ર સ્નાનની વ્યવસ્થા કરી રહ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરો, અમૃત સ્નાન માટે દેશભરથી આવેલા લોકોની વ્યવસ્થા માટે પીએમ મોદીએ ચાર વખત સ્થિતિની સમીક્ષા કરી છે. યોગી આદિત્યનાથે આ સાથે જ કહ્યું હતું કે, મહાકુંભમાં અત્યારે સ્થિતિ અંડરકંટ્રોલ છે, કોઇ અફવા ના ફેલાવો.