
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે મુંબઈમાં મુખ્યમંત્રીના કાર્યાલયને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેસેજ વોટ્સએપ પર મળ્યો હતો. આ મેસેજ મુંબઈ પોલીસને મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મામલે વર્લી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર ટ્રાફિક પોલીસને આ ધમકીભર્યો મેસેજ એક પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મેસેજની સંયુક્ત તપાસ શરૂ કરી છે.