Home / India : What did Sri Sri Ravi Shankar say about Mahakumbh?

'ગંગામાં માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ ના મળે', જાણો શ્રી શ્રી રવિશંકરે મહાકુંભ વિશે શું કહ્યું 

'ગંગામાં માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ ના મળે', જાણો શ્રી શ્રી રવિશંકરે મહાકુંભ વિશે શું કહ્યું 

પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર 7માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો સંગમ સ્નાન વિષે આધ્યાત્મિક ગુરુએ શું કહ્યું 

શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, 'માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ નથી મળતો. મોક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. કુંભમાં આવતા ઋષિ-મુનિઓ પાસેથી જ્ઞાન લો અને તમારું જીવન સુધારો. કુંભમાં સરકાર અને પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.'

ગામને ડ્રગ્સથી બચાવવા અભિયાન ચલાવો

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે ખાપ પંચાયતોને દરેક ગામને ડ્રગ્સથી બચાવવા માટે અભિયાન ચલાવવા માટે કહ્યું હતું. 'ડ્રગ્સનું સેવન કરતા લોકોને યોગ સાથે જોડો અને ડ્રગ્સ વેચનારાઓ વિશે પોલીસને જાણ કરો.'

શ્રી શ્રી રવિશંકરે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, 'પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.'

હિન્દુ મેરેજ એક્ટ વિશે બોલ્યા આધ્યાત્મિક ગુરુ 

ખાપના અભિયાનને સમર્થન આપતાં રવિશંકર મહારાજે કહ્યું કે, 'લગ્ન એક ગામ અને એક કુળમાં ન થવા જોઈએ. જાતિને બચાવવા માટે આ કરવું જરૂરી છે. તેથી હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવો જોઈએ. આ રૂઢિચુસ્તતા નથી પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર છે.'


Icon