Home / India : Wheat Support Price: Government will purchase wheat at support price, will also give bonus of 150 per quintal

Wheat Support Price : સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે, 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપશે

Wheat Support Price : સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે, 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપશે

Wheat Support Price : હાલમાં છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતાં ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન-2025-26’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂપિયા 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન-2025-26’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે.

ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા 31 મે 2025 સુધી કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ખેડૂતોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

Related News

Icon