Home / India : Who are 6 women who operated PM Modi's social media account

Women's Day / કોણ છે તે 6 મહિલાઓ, જેમણે ઓપરેટ કર્યું પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ?

Women's Day / કોણ છે તે 6 મહિલાઓ, જેમણે ઓપરેટ કર્યું પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ?

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 6 મહિલાઓને એક ખાસ ગિફ્ટ આપી. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 6 મહિલાઓને સોંપી દીધા. તેમણે શનિવારે સવારે પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ લખી અને મહિલા દિવસ પર મહિલા શક્તિને નમન કર્યું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમણે લખ્યું કે, 'અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. આજે, વચન મુજબ, મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવતી મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ પછી, છ મહિલાઓએ તેનું ખાતું સંભાળ્યું અને તેનું સંચાલન કર્યું.'

દેશના વિવિધ ભાગોમાંથી પસંદ કરાયેલી મહિલાઓ

આ વખતે આ જવાબદારી મેળવનાર મહિલાઓના નામ છે - તમિલનાડુની ચેસ પ્લેયર વૈશાલી રમેશબાબુ, બિહારની મશરૂમ લેડી અનિતા દેવી, ઓડિશાની વૈજ્ઞાનિક અલીના મિશ્રા, મધ્યપ્રદેશની ISRO વૈજ્ઞાનિક શિલ્પી સોની, રાજસ્થાનની ફ્રન્ટિયર માર્કેટ્સની સ્થાપક અજૈતા શાહ, દિલ્હીની સામાજિક કાર્યકર ડો. અંજલિ અગ્રવાલ. આ 6 મહિલાઓ દેશના વિવિધ ભાગોમાંથી આવે છે, જેમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે મહિલાઓએ વડાપ્રધાનના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કર્યું હોય. વર્ષ 2020ની શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, વડાપ્રધાનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ 7 મહિલાઓને સોંપવામાં આવ્યું હતું.

આ મહિલાઓ કોણ છે અને તેમની સિદ્ધિઓ શું છે?

1. તમિલનાડુની વૈશાલી રમેશબાબુ એક ચેસ ગ્રાન્ડમાસ્ટર છે. તેણે માત્ર 6 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને 2023માં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો છે. વૈશાલીનો ભાઈ પણ આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી છે. બંને ભાઈ-બહેન ચેસ સ્પર્ધાઓમાં ભાગ લેતા જોવા મળે છે.

2. અનિતા દેવીને બિહારની મશરૂમ લેડી તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીના પડકારોનો સામનો કરીને, અનિતાએ 2016માં માધોપુર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીની સ્થાપના કરી હતી. મશરૂમની ખેતી દ્વારા તેમણે સેંકડો ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી. તેમના માટે રોજગારની નવી તકો ઉભી કરી હતી.

3. ઓડિશાની રહેવાસી અલીના મિશ્રા, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈમાં પરમાણુ વૈજ્ઞાનિક છે.

4. મધ્યપ્રદેશની શિલ્પી સોની ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માં વૈજ્ઞાનિક છે.

5. રાજસ્થાનની અજૈતા શાહ ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાનો એક મજબૂત ચહેરો છે. ફ્રન્ટિયર માર્કેટ્સની સ્થાપક અને સીઈઓ અજૈતા શાહે 35,000થી વધુ સશક્ત મહિલા ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે.

6. દિલ્હીની ડો. અંજલિ અગ્રવાલે 'સમર્થ્યમ સેન્ટર ફોર યુનિવર્સલ એક્સેસિબિલિટી' ની સ્થાપના કરી અને 30 વર્ષથી પરિવહન સુવિધાઓ અને અવરોધ-મુક્ત માળખાગત સુવિધા માટે કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળાઓ અને જાહેર સ્થળો વિકલાંગ લોકો માટે વધુ સુલભ બન્યા છે.

Related News

Icon