
Saurabh Murder Case: સૌરભની હત્યા અંગે મુસ્કાન પરિવારને ગેરમાર્ગે દોરતી રહી. સાહિલ સાથે ૧૩ દિવસ હનિમૂન મનાવીને પરત આવ્યા પછઈ ઘરે આવીને રડવા લાગી હતી. કારણ કે તેની પુત્રી પીહુ વારંવાર તેના પિતા પાસે જવાનો આગ્રહ કરી રહી હતી. મુસ્કાનને રડતી જોઈ માતા કવિતા રસ્તોગીએ પૂછ્યું તો કહ્યું કે, સૌરભ હવે આ દુનિયામાં નથી. હું ખોટું બોલી કે સૌરભ મને છૂટાછેડા આપવા માંગે છે. એટલા માટે તેના પરિવારે તેની હત્યા કરી. કવિતા મુસ્કાનની ચાલાકી સમજી રહી હતી.
માતા પિતા જ તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા
કવિતા અને પ્રમોદ રસ્તોગીએ મુસ્કાનને ખાતરી આપી કે, તેઓ તેને સપોર્ટ કરશે. પછી મુસ્કાનને વિશ્વાસ આવતા માતાને કહ્યું કે, સાહિલ સાથે મળીને તેણે સૌરભની હત્યા કરી. આ પછી એવું લાગ્યું કે દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. મુસ્કાનના માતા પિતા જ તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. મુસ્કાનની વાત સાંભળ્યા બાદ પોલીસે સાહિલની ધરપકડ કરવા માટે તેના તપાસ કરી. આ સમયે સાહિલને આ બાબતની ખબર પડી તો કપડાં લઈને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પોલીસે સાહિલને દબોચીને પોલીસ સ્ટેશન લઈ ગયા.
મૃતદેહને ફોઇલમાં લપેટીને બેગની અંદર ડ્રમમાં રાખ્યો
સૌરભની હત્યા કર્યા પછી મૃતદેહને ફોઇલમાં લપેટીને બેગમાં રાખવામાં આવ્યો હતો. બેગને ડ્રમમાં મૂકીને પછી તેના ઉપર સિમેન્ટ નાંખીને સીલ કરી દીધો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ હાઉસમાં બાજુથી ડ્રમ કાપ્યો તો ડ્રમના તળિયે બેગ જોવા મળી. કટર વડે ઉપરથી સિમેન્ટ દૂરી કરતાં બેગની અંદરથી લાશ બહાર કાઢવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને સગાસંબંધીઓને સોંપવામાં આવ્યો હતો.
સાહિલે મુસ્કાનને ડ્રગ્સનું વ્યસન લગાવી દીધું
કવિતા રસ્તોગીએ જણાવ્યું કે સાહિલે મુસ્કાનને ડ્રગ્સનું વ્યસન લગાવી દીધું હતું. આ કારણે મુસ્કાને પોતાનું વજન પણ 10 કિલો ઘટાડ્યું. મુસ્કાન નશામાં હોય ત્યારે પણ પરેશાન રહે છે. પરિવારના સભ્યોએ વિચાર્યું કે, સૌરભ લંડન જવાથી તે નારાજ છે, જ્યારે સાહિલ શુક્લાએ તેને ડ્રગ્સની વ્યસની બનાવી દીધી હતી. હત્યાના દિવસે પણ બંનેએ બીયર પીધી હતી. તે પછી જ હત્યાને અંજામ આપ્યો હતો. સૌરભની માતા રેણુએ જણાવ્યું કે મુસ્કાનનો પરિવાર અને અન્ય બે યુવાનો તેમના પુત્રની હત્યામાં સામેલ છે. તેમણે કહ્યું કે સૌરભે લંડનમાં રહેતા મુસ્કાન અને તેના પરિવારને જે પૈસા આપ્યા હતા તે પરત કરવા જોઈએ.