સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટ યોજાઈ હતી. જેમાં વિશ્વના 80 દેશોએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની શરતને યુદ્ધ ખતમ કરવા માટે મુખ્ય આધાર બનાવીને નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ભારત સહિત 12 દેશોએ સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરીને શાંતિ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા ન હતા. રશિયા અને ચીન પણ દૂર રહ્યા હતા.

