NCERT દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 12ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાંથી પણ બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હવે નવા પુસ્તકમાં તેને 'ત્રણ ગુંબજવાળું માળખું' કહેવામાં આવ્યું છે. અયોધ્યાના પ્રકરણને ચાર પાનાથી ઘટાડીને માત્ર બે પાનામાં સમેટી દેવાયું છે. જેમાં ભાજપની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા, કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ ભડકેલી હિંસા, રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં થયેલી હિંસા પર ભાજપનો અફસોસ સામેલ છે.

