હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એક વખત સ્થિતિ વણસી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નૂંહના લહરવાડી ગામમાં શુક્રવારે પરસ્પર અદાવતના કારણે બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન એક 32 વર્ષની યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ યુવતીનું મોત થઈ ગયું છે. જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ તેહનાત કરવામાં આવી છે.

