Home / Sports : Pakistani team will come to India to play hockey tournament, Indian govt gave permission

એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, ભારત સરકારે પણ આપી મંજૂરી

એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, ભારત સરકારે પણ આપી મંજૂરી

ભારતમાં આવતા મહિને હોકી એશિયા કપ યોજાવાનો છે, તેમાં પાકિસ્તાનની હોકી ટીમને રમતા રોકવામાં આવશે નહીં  એટલે  પાકિસ્તાનની હોકી ટીમ એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે.આ અંગે રમતગમતના મંત્રાલયના એક સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે.  આ માટે ગૃહ મંત્રાલય (MHA), વિદેશ મંત્રાલય (MEA) અને રમતગમત મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૂત્રએ જણાવ્યું કે, અમે કોઈપણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતમાં રમવાની કોઈપણ ટીમની વિરુદ્ધ નથી, પરંતુ દ્વિપક્ષીય મેચ (માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે) એક અલગ બાબત છે. એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.

નોંધનીય છે કે, 'ઓપરેશન સિંદૂર'ને કારણે, આવતા મહિને યોજાનારી એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે શંકાઓ હતી. એશિયા કપ ઉપરાંત, પાકિસ્તાન ટીમને નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી જુનિયર વર્લ્ડ કપમાં પણ રમવાની મંજૂરી આપવામાં આવશે.

હોકી ઈન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- અમે સરકારના નિર્દેશ મુજબ કામ કરીશું. સરકાર જે પણ નિર્ણય લેશે, તે અમારું વલણ રહેશે. ભોલા નાથના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હોકી ઇન્ડિયા કોઈપણ રાજકીય કે રાજદ્વારી નિર્ણયમાં દખલ કરશે નહીં અને સરકારના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરશે.

ક્રિકેટના મેદાન પર પણ ટક્કર થશે!

એશિયા કપ મેન્સ ટી20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. આ ટુર્નામેન્ટ 4 કે 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ UAEમાં યોજાવાની ધારણા છે.

અંતિમ સમયપત્રક અને સ્થળની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટુર્નામેન્ટ માટે યુએઈ તટસ્થ સ્થળ બનવાનું લગભગ નક્કી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ 7 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ જ મેદાન પર તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી

Related News

Icon