Home / Sports : Gujarat Titans players dominate the Indian Test team

IND vs ENG / ભારતીય ટેસ્ટ ટીમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો દબદબો, કેપ્ટન સહિત 5 પ્લેયર્સને મળ્યું સ્થાન

IND vs ENG / ભારતીય ટેસ્ટ ટીમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો દબદબો, કેપ્ટન સહિત 5 પ્લેયર્સને મળ્યું સ્થાન

ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ 20 જૂનથી શરૂ થશે. આ સિરીઝ માટે BCCI એ 18 ખેલાડીઓની સ્કવોડ પહેલેથી જ જાહેર કરી દીધી છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રિષભ પંત વાઈસ-કેપ્ટન છે. કરુણ નાયરની 8 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. અર્શદીપ સિંહ અને સાઈ સુદર્શનને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટેસ્ટ ટીમ માટે પસંદ કરાયેલા 18 ખેલાડીઓમાંથી 17 ખેલાડીઓ IPL 2025નો ભાગ રહ્યા હતા. ફક્ત એક જ ખેલાડી એવો છે જે કોઈપણ IPL ટીમનો ભાગ નહતો, અને તે છે અભિમન્યુ ઈશ્વરન, જેને ઘરેલુ ક્રિકેટમાં તેના ઉત્તમ પ્રદર્શનને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો દબદબો

IPL 2025માં ગુજરાત ટાઈટન્સ (GT) તરફથી રમનારા ખેલાડીઓનો ભારતીય ટેસ્ટ ટીમમાં દબદબો જોવા મળ્યો છે. આ ટીમના 5 ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. GT માટે એક મજબૂત બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવનાર શુભમન ગિલ મુખ્ય બેટ્સમેન હોવાની સાથે ટેસ્ટ ટીમમાં કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળશે. ગિલ ઉપરાંત, GTના ભાગ રહેલા સાઈ સુદર્શન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને વોશિંગ્ટન સુંદરને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ વર્ષે IPLની શરૂઆતમાં GTનું પ્રદર્શન સારું રહ્યું હતું. ટીમ એક સમયે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર હતી, પરંતુ લીગ સ્ટેજની છેલ્લી બે મેચમાં હાર મળવાને કારણે ટીમ ત્રીજા નંબર પર રહી હતી. ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે એલિમિનેટર મેચ રમી હતી. જેમાં ટીમને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. 

ટેસ્ટ ટીમમાં પસંદ થયેલા GTના ખેલાડીઓનું IPL 2025માં પ્રદર્શન

હવે આપણે ટેસ્ટ ટીમમાં પસંદગી પામેલા GTના ખેલાડીઓના IPL પ્રદર્શનની વાત કરીએ તો, ખેલાડીઓની IPL 2025માં પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. IPL 2025માં સાઈ સુદર્શને 15 મેચમાં 54.21ની એવરેજ અને 156.17ની સ્ટ્રાઈક રેટ સાથે 759 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણાએ 15 મેચમાં 19.52ની એવરેજ અને 8.27ની ઈકોનોમી સાથે 25 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.

જ્યારે ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલના IPL 2025માં પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 15 મેચમાં 50ની એવરેજ અને 155.87ની સ્ટ્રાઈક રેટ સાથે 650 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 15 મેચમાં 32.93ની એવરેજ અને 9.24ની ઈકોનોમી સાથે 16 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવનાર વોશિંગ્ટન સુંદરે 6 મેચમાં બેટિંગ કરતા 26.60ની એવરેજ અને 166.25ની સ્ટ્રાઈક રેટ સાથે 133 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તેણે 6 મેચમાં 2 વિકેટ લીધી હતી.

Related News

Icon