પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી છે. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર રદ કર્યા બાદ પાકિસ્તાન પાણી માટે તરફડિયાં મારી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડી તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી સમયમાં પણ આ કાર્યવાહી યથાવત રહેશે. આવી સ્થિતિમાં સિંધુ નદી પર નિર્ભર પાકિસ્તાન પાણી-પાણી માટે તડપી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં ઉઠાવતા પાકિસ્તાની સાંસદે સમજૂતી રદની કાર્યવાહીને વૉટર બોંબ ગણાવ્યો છે અને કહ્યું કે, તેને ડિફ્યૂઝ કરવો જ પડશે.

