
દેશમાં સતત વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું કે, એસટી ટિકિટના ભાવ, ટોલટેક્સ અને બેંક સર્વિસમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. હજી સરકાર પાંચથી લઈને 40 રુનો વધારો લાગુ કરવા જઈ રહી છે. આ ભાવવધારાના લીધે ચીજવસ્તુઓનો ભાવમાં વધારો થશે. જેથી જનતાને મોંઘવારી વેઠવાનો વારો આવે છે.
વર્ષ-2023માં ભાવ વધારો કર્યા પછી વર્ષ-2025માં ફરી એકવાર ટોલટેક્સમાં વધારો કર્યો છે. જેથી આ ભાવવધારાને લીધે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. જેથી કોંગ્રેસ આ ટોલટેક્સનો વધારો પરત ખેંચે તેવી માંગ કરી છે.
દેશની કરોડો જનતાને આ મોંઘવારીનો માર સહન કરવાની નોબત આવશે. ગુજરાત દેશમાં ટોલટેક્સ ઉઘરાવવામાં ત્રીજા નંબર પર છે. પાંચ વર્ષમાં રૂપિયા 187517કરોડ ટોલ ટેક્સ વસૂલ્યો છે. જેથી સરકાર આ બેફામ પણે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે તેમાં રોક લગાવે. એસટીના ભાવવધારાને પરત ખેંચે તેવી કોંગ્રેસની માગ છે. આર્થિક અસમાનતા દેશમાં છે પૈસાદાર વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ થઇ રહ્યા છે.જેથી મોંઘવારીના લીધે લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે.