Home / Sports / Hindi : Gujarat Titans star all rounder rule out of IPL 2025

લખનૌ સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2025માંથી બહાર થયો સ્ટાર ખેલાડી

લખનૌ સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2025માંથી બહાર થયો સ્ટાર ખેલાડી

આજે IPL 2025ની 26મી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. આ મેચ પહેલા ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. GTનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ઈજાના કારણે સ્વદેશ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

6 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી અને હવે તે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. આ માહિતી ફ્રેન્ચાઇઝી GT દ્વારા એક નિવેદન દ્વારા આપવામાં આવી છે.

ઈજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સ ઘરે પરત ફર્યો

GT એ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાત ટાઈટન્સ ગ્લેન (Glenn Phillips) ને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે, પરંતુ હવે એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં એવું માનવામાં આવે છે કે ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી.

તમને જણાવી દઈએ કે ફિલિપ્સ (Glenn Phillips) ને GT એ IPL 2025 મેગા ઓક્શનમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પસંદ નહતો કરવામાં આવ્યો. 6 એપ્રિલના રોજ SRH સામે રમાયેલી મેચની છઠ્ઠી ઓવરમાં 28 વર્ષીય ગ્લેન (Glenn Phillips) સબસ્ટિટ્યુટ પ્લેયર તરીકે મેદાન પર આવ્યો હતો.

આ દરમિયાન, થ્રો કરતી વખતે, તેના સ્નાયુઓમાં ખેંચાણ આવ્યું અને ફિઝિયો ટીમ તરત જ મેદાન પર આવી અને તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. આ ઈજા પછી, તે ટીમની પ્રેક્ટિસમાં પણ નહતો જોવા મળ્યો. હવે સમાચાર આવ્યા છે કે તે GTની ટીમ છોડીને ન્યુઝીલેન્ડમાં પોતાના ઘરે પરત ફર્યો છે.

Related News

Icon