Home / Auto-Tech : Indian govt releases high risk warning for apple users

સરકારી એજન્સી CERT-In એ આપી ચેતવણી, iPhoneથી iPad સુધી, યુઝર્સે તાત્કાલિક કરવું જોઈએ આ કામ

સરકારી એજન્સી CERT-In એ આપી ચેતવણી, iPhoneથી iPad સુધી, યુઝર્સે તાત્કાલિક કરવું જોઈએ આ કામ

આ Apple ઉત્પાદનોનો ઉપયોગ કરતા યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ માહિતી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી, ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એક જરૂરી ચેતવણી જારી કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CERT-Inના સંશોધકોએ Apple ડિવાઈઝમાં સુરક્ષા સંબંધિત ઘણી Vulnerabilities શોધી કાઢી છે. આનો ઉપયોગ કરીને, સાયબર સ્કેમર્સ તમારી ડિવાઈઝને હેક કરી શકે છે. આ પછી, તેઓ ડેટા ચોરી શકે છે અથવા હેન્ડસેટનો સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે.

સુરક્ષા હેતુઓ માટે ડિવાઈઝને અપડેટ કરો

CERT-In તરફથી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સે તેમની ડિવાઈઝને તાત્કાલિક અપડેટ કરવી જોઈએ. આ ખામીઓ જૂના OSમાં જોવા મળી છે. CERT-In એ જણાવ્યું હતું કે તેણે સુરક્ષા સંબંધિત કેટલીક Vulnerabilities શોધી કાઢી છે, જેનો ઉપયોગ સાયબર સ્કેમર્સ તમને છેતરવા માટે કરી શકે છે.

OSમાં ખતરનાક Vulnerabilities જોવા મળી

CERT-In દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ Vulnerabilities કોઈપણ ડિવાઈઝને જોખમમાં મૂકી શકે છે, પછી ભલે તે વ્યક્તિનું હોય કે સંસ્થાનું. iOS, MacOS, Safari અને અન્ય જૂના Apple પ્લેટફોર્મનો ઉપયોગ કરતા યુઝર્સને સાયબર હુમલાખોરોનો ખતરો છે.

આ Vulnerabilitiesને કારણે, આ એપલ સોફ્ટવેર પ્રભાવિત થઈ શકે છે.

  • iOS:18.4 કરતાં જૂના વર્ઝન 17.7.6, 16.7.11 અને 15.8.4.
  • iPadOS: 18.4 કરતાં જૂના વર્ઝન 17.7.6, 16.7.11 અને 15.8.4.
  • macOS: 15.4 કરતા જૂના Sequoia વર્ઝન, 14.7.5 કરતા જૂના Sonoma વર્ઝન અને 13.7.5
  • કરતા જૂના Ventura વર્ઝન.
  • tvOS: 18.4 કરતાં જૂના વર્ઝન
  • visionOS: 2.4 કરતા જૂના વર્ઝન
  • Safari browse: 18.4 કરતાં જૂના વર્ઝન
  • Xcode: 16.3 અથવા તેનથી જૂના વર્ઝન

સલામતી માટે Apple યુઝર્સે શું કરવું જોઈએ?

CERT-In એ બધા Apple ડિવાઈસ યુઝર્સને તેમની ડિવાઈસને લેટેસ્ટ OS અથવા સિક્યોરિટી અપડેટ સાથે અપડેટ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં, યુઝર્સ તેમના iPhone, iPad, Apple TV, Mac અને Apple Vision Pro ને સુરક્ષિત રાખી શકે છે.

TOPICS: iphone ipad apple gstv
Related News

Icon