Home / Sports / Hindi : IPL: 14-year-old Vaibhav breaks several records by scoring a century in just 35 balls

IPL:  14 વર્ષીય વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી અનેક રેકોર્ડને તોડી નાખ્યા

IPL:  14 વર્ષીય વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી અનેક રેકોર્ડને તોડી નાખ્યા

IPL 2025:  ઈન્ડિયન પ્રીમિયર લીગ-2025ની 47મી મેચચમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે મેચ હતી. આ મેચમાં ટોસ જીતી રાજસ્થાનની ટીમે ગુજરાત ટાઈટન્સને બેટિંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે ગુજરાત ટાઈટન્સે 209 ફટકાર્યા હતા.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાત ટાઈટન્સનું ટાર્ગેટ આ મુકાબલો જીતીને પ્લે ઓફમાં પોતાનું સ્થાન પાકું કરવાનો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પોતાનું સન્માન બચાવવાના ઈરાદે મેદાનમાં ઉતરી હતી.આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે પહેલા બેટિંગ કરતા 209 રન ફટકાર્યા હતા. ગિલે 84 રનનો તોફાની ઈનિંગ રમી હતી. આના વળતા જવાબમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 10 ઓવર પછી 144-0 છે.  

 

201 રનના વળતા પ્રહારમાં ઉતરેલી રાજસ્થાનની શરૂઆત તોફાની રહી હતી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે જોરદાર ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. 14 વર્ષીય વૈભવે છ છગ્ગાની મદદથી 17 બોલમાં 50 રન ફટકારી દીધા હતા.

IPLની મેચમાં ગુજરાતની બેટિંગ આવી રહી

ટોસ જીત્યા પછી, ગુજરાત પ્રથમ બેટિંગ કરવા આવ્યું અને તેની શરૂઆત શાનદાર રહી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને દરેક બોલરનો સામનો કર્યો. ગિલે આક્રમક બેટિંગ કરી અને 29 બોલમાં અડધી સદી ફટકારી. બીજા છેડેથી સુદર્શને પણ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો. 10 ઓવર પછી ગુજરાતનો સ્કોર 92-0 હતો. ગુજરાતને 11મી ઓવરમાં શરૂઆતમાં જ ફટકો પડ્યો જ્યારે સાઈ સુદર્શનને તીકષ્ણાએ આઉટ કર્યો.

સુદર્શને 39 રનની ઇનિંગ રમી. આ પછી બટલર અને ગિલે જવાબદારી સંભાળી. બંને તરફથી જબરદસ્ત બેટિંગ થઈ રહી હતી. ગુજરાતનો સ્કોર 15 ઓવરમાં 150ને પાર કરી ગયો. 17મી ઓવરમાં ગિલની વિકેટ પડી. ગિલે 50 બોલમાં 84 રનની ઇનિંગ રમી. આ પછી બટલરે પણ ફિફ્ટી ફટકારી. જેના આધારે ગુજરાતે રાજસ્થાનને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IPLમાં ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે

ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં આઠમાંથી છ મેચ જીતી છે અને ફક્ત બે વાર જ હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરવા માટે તેમને હવે ફક્ત બે જીતની જરૂર છે. ગુજરાતની ટીમ હાલમાં દરેક વિભાગમાં મજબૂત દેખાઈ રહી છે, પછી ભલે તે બેટિંગ હોય કે બોલિંગ.

Related News

Icon