
મુંબઈની મહિલા IPSના પતિએ સુરતના કાપડ વેપારી સાથે ફ્લેટના નામે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલ પોલીસે પુરૂષોત્તમ પ્રભાકર ભીવાજી ચવ્હાણની મુંબઈના જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. ફરિયાદી સુરતના કાપડ વેપારીને મુંબઈ ખાતે રહેતા આરોપી પરસોતમ ચૌહાણએ તેઓને ખોટા દસ્તાવેજ પેપરો બતાવી મુંબઈના દાદર વિસ્તારમાં એક ફ્લેટ બતાવ્યો હતો. આ ફલેટ બતાવી ગોળગોળ વાતો કરી છેતરપિંડી આચરી હતી.
ત્યારબાદ જેતે સમય દરમિયાન તે ફ્લેટમાં કોઈ હતું નહીં અને નવું ફ્લેટ હોવાથી ત્યાં કામકાજ ચાલતું હતું જ્યારે ફરિયાદી બે વર્ષ બાદ ત્યાં ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ વ્યક્તિ રહેતું હતું તેઓ સાથે જ્યારે ફરિયાદીએ વાત કરી ત્યારે તેઓને ફ્લેટના માલિકે તેઓના સાચા દસ્તાવેજ પેપરો બતાવ્યા હતા જેથી તેઓએ આરોપી પુરુષોત્તમને કોન્ટેક કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઊંચક્યો ન હતો જે બાદ ફરિયાદી સાથે છેતરપિંડી થઈ છે તેવું તેમને માલુમ પડ્યું હતું
આરોપીએ અન્ય આરોપીઓ સાથે ભેગા મળીને બોગસ દસ્તાવેજ બનાવી ફરિયાદી પાસેથી રૂપિયા 3.50 કરોડ લઈ છેતરપિંડી કરી હતી. આરોપી પુરુષોત્તમની પત્ની મુંબઈ પોલીસ વિભાગમાં હાલ ફરજ નિભાવે છે જો કે, હાલમાં મહિલા IPS મુંબઈ પોલીસમાં ડીસીપી છે જોકે, દંપતી બંને અલગ રહે છે