ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. તેણે કતારમાં અમેરિકન એરબેઝ પર ભયાનક હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી છે. એવું કહેવાય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ દોહા સુધી સંભળાયો છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, ઈરાને ઈરાક અને કતરમાં મિસાઈલો ઝિંકી છે. રિપોર્ટ મુજબ, કતારમાં અમેરિકાના અલ ઉદીદ એર બેઝ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ઝિંકવામાં આવી છે. ઈરાકમાં પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચારો સામે આવ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક કતારમાં આવેલું છે, જેમાં 10,000થી વધુ કર્મચારી હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાત કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.

