
છેલ્લા 20 મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોનો આંક 55,000થી વધારે પહોંચ્યો છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે બુધવારે આ અંગે માહિતી આપી હતી. જોકે મંત્રાલયે નાગરિકો અને લડવૈયાઓના અલગ અલગ આંકડા આપ્યા નથી, પરંતુ તેમણે કહ્યું કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
https://twitter.com/AP/status/1932780794931564747
મંત્રાલયનું કહેવું છે કે યુદ્ધ શરૂ થયા પછી 55,104 લોકો માર્યા ગયા છે અને 127,394 ઘાયલ થયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું અથવા તો અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક ચિકિત્સકો પાસે સારવાર લીધી હોવાથી આ આંક વધારે હોઈ શકે છે.
https://twitter.com/PTI_News/status/1932776397497307521
જણાવી દઈએ કે હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1,200 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા અને 251 લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે વળતો હુમલો શરૂ કર્યો છે જે હજુ પણ ચાલુ છે.
7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયલમાં હમાસના હુમલાથી શરૂ થયેલા યુદ્ધમાં આ એક ભયંકર સીમાચિહ્નરૂપ ઘટના છે, આ યુદ્ધના અંતના કોઈ સંકેત દેખાતા નથી. ઇઝરાયલ કહે છે કે તે ફક્ત આતંકવાદીઓને નિશાન બનાવે છે અને નાગરિકોના મોત માટે હમાસ પર દોષારોપણ કરે છે, આતંકવાદીઓ નાગરિકોની વચ્ચે છુપાયેલા હોવાનો આરોપ લગાવે છે, કારણ કે તેઓ વસ્તીવાળા વિસ્તારોમાં હુમલા કરી રહ્યા છે.