Home / World : 78 killed in Israeli airstrike on Iran

Israelની ઈરાન પર એરસ્ટ્રાઈકથી 78ના મોત, અમેરિકા સાથેની 'પરમાણુ વાર્તા' રદ

Israelની ઈરાન પર એરસ્ટ્રાઈકથી 78ના મોત, અમેરિકા સાથેની 'પરમાણુ વાર્તા' રદ

ઈઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 78 લોકોના માત નીપજ્યા છે, જ્યારે 329થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલે ઈરાનના અનેક સરકારી-લશ્કરી ઠેકાણાઓ પર અત્યાર સુધીમાં 5 તબક્કામાં હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલાઓ આયોજનબદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં 20થી વધુ ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારીઓના મોત નીપજ્યા છે. જ્યારે હુમલાઓ પછી તરત જ ઈરાને ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સાથે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાંથી પાછળ હટવાની જાહેરાત કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

20થી વધુ ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારીઓના મોત

ઈઝરાયલે ઈરાન પર વિમાન દ્વારા બોમ્બમારો કર્યો, જેમાં ઈઝરાયલે ઉત્તરી ઈરાનના તબ્રીઝ પર 10 અલગ-અલગ સ્થળો બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલના અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, તેમણે આ એરસ્ટ્રાઈક પહેલા જ હથિયારો અને ડ્રોન ઈરાન નજીક પહોંચાડ્યા હતા અને સમય આવતા તેના દ્વારા હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, ઈઝરાયલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ અને એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ સહિત 20 ઈરાની કમાન્ડરના મોત નીપજ્યા હતા.

ઈરાની વિદેશ મંત્રાલયે શું કહ્યું?

તેહરાન પરના આ હુમલાઓ પછી તરત જ ઈરાને ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સાથે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાંથી પાછળ હટવાની જાહેરાત કરી છે. ઈરાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે,  'આક્રમક અને ઉશ્કેરણીજનક કૃત્ય' પછી કોઈપણ વાતચીતનો આધાર બચ્યો નથી. આ અંગે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, જો ઈરાન સમાધાન કરવા માંગે છે તો તેમની પાસે હજુ પણ બીજી તક છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોએ આ નિવેદનને તણાવને વધુ ઉશ્કેરનાર ગણાવ્યું છે.

વરિષ્ઠ અધિકારીઓના મોત, નવી કાયમી નિમણૂકની ઘોષણા

આ હુમલામાં ઈરાન ત્રણ મુખ્ય સેનાના અધિકારીઓના મોત થયા છે. જેમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ, રાજકિય યોજનાના પ્રમુખ અને ઈરાન એર ડિફેન્સ યુનિટના પ્રમુખ પણ સામેલ છે. આ પછી ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ આ ત્રણેય પદો માટે નવી કાયમી નિમણૂકની ઘોષણા કરી છે. જોકે, તેમાં નામોને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ, નિયુક્ત કરાયેલા તમામ અધિકારીઓ રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંકળાયેલા છે અને અગાઉ પશ્ચિમી દેશો સામે તેમના આક્રમક વલણ માટે જાણીતા છે.

સમગ્ર મામલે સંયુક્ત રાષ્ટ્રએ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને બંને દેશોને ધીરજ રાખવા અપીલ કરી છે. જ્યારે રશિયા અને ચીને પણ ઈઝરાયલી કાર્યવાહીની ટિકા કરીને ઈરાન સાથે રહ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે, આ હુમલો માત્ર એક સેન્ય પ્રતિક્રિયા નથી, પરંતુ ભવિષ્ય માટે ગંભીર સંઘર્ષનો સંકેત છે. જ્યારે આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સેન્ય તણાવ વધુ થવાની આશંકા છે.

Related News

Icon