Ahmedabad News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક ગુજરાતીને મરાઠી ન આવડતી હોવાથી માર મારવામાં આવ્યો અને આપણી ભાજપ સરકાર ચૂપ બેઠી છે. શું ભાજપના રાજમાં ગુજરાતીઓને આ રીતે જ માર પડશે? ફક્ત મરાઠી ન આવડતી હોવાથી હવે ભાજપના સમર્થનવાળા ગુંડાઓ ગુજરાતી ઉપર હુમલો કરી રહ્યા છે.

