અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધી ભક્તિભાવપૂર્વક ઉજવાશે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મોસાળથી પરત ફર્યા છે અને તેમને ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ પૂજા વિધિ સંપન્ન થશે, જેમાં ભગવાનની આંખે પાટા બાંધવાની પરંપરાગત વિધિ કરવામાં આવશે.

