Jairam Thakur Vs Kangana Ranaut Over Mandi Flood: હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ થઈ ગયું છે. રાજ્યમાં મંડીમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં જાનમાલને ભારે નુકસાન થયું છે. આટલી મોટી આફત છતાં મંડીના લોકસભાના સાંસદ કંગના રનૌતે વિસ્તારની મુલાકાત ન લેતાં રાજકારણ શરુ થઈ ગયું છે. એટલું જ નહીં સ્થાનિક લોકો પણ નારાજ થઈને સોશિયલ મીડિયામાં કંગના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. બીજીતરફ વિરોધ વધ્યા બાદ કંગનાએ પણ જવાબ આપ્યો છે.

