ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે shocking ઘટના સામે આવી છે, જ્યાં એક એસટી બસના ડ્રાઈવર પર હિચકારો હુમલો થયો છે. આ હુમલાની પાછળ અગાઉના વિવાદને કારણ માનવામાં આવી રહ્યો છે. એસટી ડ્રાઈવર નિશાર સાદિકઅલી સૈયદ સંજના અંદાજે 7:15 કલાકે દેવલા ટ્રીપ પર જતા હતા. દેવલા ચોક પાસે પહોંચતા જ અશફાક ગાયન નામના સ્થાનિક યુવકે, જે નાનો ઈસમ હોવાનું જણાય છે, એસટી ડ્રાઈવર પર હિચકારો હુમલો કર્યો હતો.
લાતો-મુક્કાનો માર્યો માર
હુમલાખોરે ડ્રાઈવરને પગ, છાતી અને પેશાબની જગ્યાએ લાતો તથા મુક્કા મારી ઇજાઓ પહોંચાડી હતી. આ દરમ્યાન બસનો કંડકટર પણ સાથે હાજર હતો, જેણે તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયો હતો.હુમલાની પાછળનું કારણ તારીખ 16/06/2025ના રોજ પેસેન્જર લેવા બાબતે થયેલી માથાકૂટ છે. તે મુદ્દે ડ્રાઈવરે જંબુસર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાના કારણે રીસ રાખીને આ હુમલો કરાયો હોવાનો દાવો થઈ રહ્યો છે.
પોલીસ દોડી આવી
ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હાલત અંગે માહિતી મેળવી.ચિંતાજનક મુદ્દો એ છે કે અગાઉ અરજી છતાં કાર્યવાહી ન થવાને કારણે આવી ઘટના સર્જાઈ, જેને લઇ પોલીસ તંત્રની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.