
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું. જેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની સંરક્ષણ મંત્રીઓની બેઠક, અમેરિકા દ્વારા જારી કરાયેલી એડવાઈઝરી અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ ક્ષેત્રમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા અંગે માહિતી આપી.
SCO સમિટમાં આતંકવાદ પર શું વલણ છે?
રણધીર જયસ્વાલે કહ્યું કે રાજનાથ સિંહે 25 અને 26 જૂનના રોજ SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. એક દેશને આપણા આતંકવાદના સ્ટેન્ડ બાબતે અહસમતિ હતી. જેના લીધે સંયુક્ત નિવેદન બહાર પાડી શકાયું ન હતું. આપણા દેશ વતી આતંકવાદ મુદ્દે આપણો પક્ષ રાખ્યો હતો.
અમેરિકા દ્વારા જારી કરાયેલી યાત્રા સલાહકાર
અમેરિકા દ્વારા ભારત માટે જારી કરાયેલી નવી પ્રવાસ એડવાઈઝરી મુદ્દે જયસ્વાલે કહ્યું કે, આવી એડવાઈઝરી એક રૂટિન પ્રક્રિયાનો ભાગ છે. જે સમયાંતરે જારી કરવામાં આવે છે. તેમણે પુષ્ટિ કરી કે, ભારત લાંબા સમયથી 'લેવલ 2' પર છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
ઓપરેશન સિંધુ: ઇઝરાયલ અને ઈરાનથી ભારતીયોની વાપસી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 18 જૂને શરૂ કરાયેલા 'ઓપરેશન સિંધુ'ની સફળતા માટે ઘણા દેશોનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને ઈરાન સરકારનો આભાર માન્યો, જેણે ભારતીય મૂળના લોકોના સ્થળાંતર માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું હતું. આ ઉપરાંત તુર્કમેનિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તની સરકારોનો પણ તેમના સહયોગ બદલ આભાર માન્યો.