Ahmedabad : જુહાપુરામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. બી વોર્ડ કબ્રસ્તાન પાસેનો સમગ્ર બનાવ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જણાવી દઈએ કે બે યુવકો દ્વારા લાકડી અને છરી વડે જાહેરમાં કરાઈ મારામારીના દૃશ્યો જોવા મળે છે. ઇંટ અને પથ્થર ફેંકી સામસામે મારા મારી કરે છે. આ વિડિયો વાયરલ થતાં જુહાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.