
Junagadh News: જુનાગઢ જિલ્લાના મેંદરડામાં ગઈકાલે સાંજ બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે અંતર્ગત મેંદરડા પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલા તલના પાકને ભારે નુકસાની પહોંચી છે. ભારે પવન ફૂંકાવાથી અહીં તલનો પાક ઢળી ગયેલ જોવા મળ્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, પવન અને કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તલના પાકમાં 50 ટકાથી વધુ નુકસાની થઇ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ઉપરાંત ખેડૂતોએ માંગ કરી હતી કે આ બાબતને ધ્યાને લઇ સરકાર સત્વરે સહાય જાહેર કરે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તલના ઉત્પાદનમાં પ્રતિ વીઘા દવા અને મજૂરી સહીત 20 હજારથી વધુનો ખર્ચ થતો હોય છે. ઉલ્લેખનીય છે કે, મેંદરડા પંથકમાં મોટા ભાગના ખેડૂતોએ ઉનાળુ સીઝનમાં તલનું વાવેતર કરે છે.