Home / India : A big revelation was made in Jyoti Malhotra's digital data

VIDEO: જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટામાં થયો મોટો ખુલાસો, આવી રીતે ભાંડો ફૂટ્યો

VIDEO: જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટામાં થયો મોટો ખુલાસો, આવી રીતે ભાંડો ફૂટ્યો

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી જ્યોતિ મલ્હોત્રાના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી મહત્ત્વનો ખુલાસો થયો છે. ડિજિટલ ફોરેન્સિક તપાસમાં તે પાકિસ્તાનના ISI સાથે જોડાયેલી હોવાનો ખુલાસો થયો છે. તે ISI દ્વારા બનાવવામાં આવેલી યોજનામાં એસેટ હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું મળ્યું ફોરેન્સિક તપાસમાં

હિસાર પોલીસે જ્યોતિના મોબાઈલ અને લેપટોપમાંથી 12TBનો ડિજિટલ ફોરેન્સિક ડેટા રિકવર કર્યો છે. પોલીસે હાલ ધરપકડની માગ કરી નથી. તે તમામ ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. પ્રારંભિક ડેટામાં જ્યોતિના ખાતામાં શંકાસ્પદ મની ટ્રેલની જાણ થઈ છે. જ્યોતિ ચાર PIOsના સંપર્કમાં હતી. તેના વિશે જ્યોતિ જાણતી હતી. ડિજિટલ ડેટામાં કોઈ ગ્રૂપ ચેટ જોવા મળી નથી. માત્ર વન-ઑન-વન વાતચીતના પુરાવા મળ્યા છે. પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ જ્યોતિને સ્પેશ્યિલ વિઝા અને ISI અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરીથી સુરક્ષા મળી હતી.
 

ISIનું ષડયંત્ર

ISI સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને લાલચ આપી જાસૂસ બનાવવાનું ષડયંત્ર રચે છે. તેમણે જ્યોતિને પણ લાલચ, વીઆઈપી સુવિધાઓ આપી જાસૂસ બનાવી હોવાની આશંકા છે. તેના પાકિસ્તાન પ્રવાસના વીડિયો બાદ ફોલોઅર્સ અને વ્યૂજમાં અચાનક વૃદ્ધિ આવી હતી.  જ્યોતિના ડિજિટલ ડેટાના પુરાવાઓ તે જાસૂસ હોવાની ખાતરી કરી રહ્યા છે. તે PIOsના ઈશારાઓ પર કામ કરી રહી હતી, જેથી તેને વ્યક્તિગત લાભ મળી શકે. ઉલ્લેખનીય છે કે, હિસાર પોલીસને અત્યારસુધી સંવેદનશીલ માહિતી લીક કરી હોવાના પુરાવા મળ્યા નથી. જ્યોતિને મળનારા ફંડનો સ્રોત જાણવા તપાસ ચાલુ છે.

જ્યોતિના એક વીડિયોમાં VIP સુવિધાનો ખુલાસો

સ્કોટિશ યુટ્યૂબર કેલમ મીલે માર્ચ, 2025માં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના રસ્તાઓ પર ચાલતી જોવા મળે છે. વીડિયોમાં જ્યોતિની સાથે AK-47 રાઈફલ્સથી સજ્જ છ ગનમેન જોવા મળે છે. આ ગનમેન જ્યોતિને વીઆઈપી સુરક્ષા પ્રદાન કરતાં જોવા મળ્યા છે. 

Related News

Icon