
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે. કડીમાં ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે.જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા..સામે કોંગ્રેસના રમેશ ચાવડા ચૂંટણી મેદાને છે. તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસના રમેશ ચાવડા કડીના પૂર્વ ધારાસભ્ય છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતા..જો કે 2017માં કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા જ ચૂંટણી મેદાને હતા..પરંતુ તેઓ ભાજપના કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.
ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડા
ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડા ચૂંટણી લડી રહ્યા છે..તેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે..રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે..તેઓ 1981થી 1986 સુધી મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા..રાજેન્દ્ર ચાવડા 1985માં જોટાણાથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે કોંગ્રેસના માનસિંહ જાદવ સામે તેઓ ચૂંટણી હાર્યા હતા..રાજેન્દ્ર ચાવડાએ અલગ અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો છે.
આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા
આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા..અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે..તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે સંકળાયેલા નેતા છે.જગદીશ ચાવડા છેલ્લા 3 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.કડી અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. કડીમાં આમ આદમી પાર્ટીએ ક્યારેય વિજય મેળવ્યો નથી.
કોંગ્રેસના રમેશ ચાવડા ચૂંટણી મેદાને
કડીમાં મતદારોની કુલ સંખ્યા 2 લાખ 89 હજારની આસપાસ છે. આ બેઠક SC માટે અનામત હોવા છતા અહીં. પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે..કડી બેઠક ધારાસભ્ય કરસન સોલંકીના નિધનથી ખાલી પડી છે. 2022ની ચૂંટણીમાં ભાજપે કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. કડી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ ગણાય છે..તેઓ 1990થી 1998 સુધી 3વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. વર્ષ 2002માં કોંગ્રેસના બળદેવજી ઠાકોર ચૂંટણી જીત્યા હતા.2012માં અભિનેતા હિતુ કનોડિયાની કડીમાં હાર થઈ હતી.