Home / India : Politics is not fun at all it's not my job Kangana Ranaut

'રાજકારણમાં જરા પણ મજા આવતી નથી,આ મારૂં કામ જ નથી'- કંગના રણૌત

'રાજકારણમાં જરા પણ મજા આવતી નથી,આ મારૂં કામ જ નથી'- કંગના રણૌત

હજુ તો માંડ સવા વર્ષ પહેલાં સાંસદસભ્ય બનેલા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતે કબૂલ્યું છે કે તે રાજકારણથી કંટાળી ગઇ છે અને તેને લાગી રહ્યું છે કે આ મારૂં કામ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકારણમાં જરા પણ મજા આવતી નથી- કંગના રણૌત

કંગના રણૌતે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તેને રાજકારણમાં જરા પણ મજા આવતી નથી. અહીં સોશિયલ સર્વિસ જેવું કામ છે. લોકો મારી પાસે તૂટેલા રસ્તા અને ગટરની ફરિયાદો લઇને આવે છે તે મને પસંદ નથી. આ મારૂં બેકગ્રાઉન્ડ નથી. હું મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવતી હતી તે અલગ વાત હતી પરંતુ આવી સામાજિક સેવા મને ફાવતી નથી. હજુ તો હું આ ફિલ્ડમાં સેટ થવા પ્રયાસ કરી રહી છું અને તેને સમજી રહી છું. કંગનાના જણાવ્યા અનુસાર તેની પાસે નાની મોટી સમસ્યા લઇને આવતા લોકોને પોતે કહે છે કે આ સાંસદનું કામ નથી તે માટે તેમણે લોકલ સત્તાવાળા પાસે જવું જોઇએ તો લોકો મને કહી દે છે કે તમારી પાસે બહુ પૈસા છે તો તમે જ આ કામ કરી આપો.

હિમાચલની મંડી બેઠક પરથી જીતી હતી કંગના રણૌત

કંગના રણૌત ગત લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી 74,755 મતની સરસાઇથી જીત્યા છે. જોકે, તે વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે ચર્ચામાં આવતી રહે છે. ભાજપ પક્ષે એકથી વધુ વાર કંગનાના નિવેદનથી પક્ષને લાગતું વળગતું નહિ હોવાની સ્પષ્ટતા કરવી પડી છે.

10 વર્ષથી કંગનાની કારકિર્દી ફ્લોપ

કંગનાની ફિલ્મ કારકિર્દી પણ 10 વર્ષથી ફ્લોપ છે, તેની છેલ્લી ફિલ્મ 'ઇમરજન્સી' કેટલાય મહિનાઓ સુધી સેન્સરમાં ફસાયેલી રહી હતી અને બાદમાં રીલિઝ ટાણે સદંતર ફ્લોપ ગઇ હતી.

Related News

Icon