VIDEO: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે 26 જૂને બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબકી જતા શહેરના રોસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદને લીધે શહેરમાંથી પસાર થતો ટીલોરી વોંકળો બે કાંટે વહેતો થયો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તાર પૂજા પાર્ક સહિતના રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે તંત્રની પ્રી-મૉન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠયા હતા.

