
સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને આવનારા બાળક સાથે જીવનની નવી સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે સિદ્ધાર્થે મોમ ટૂ બી કિયારાને એક ખાસ ગિફ્ટ આપી છે. સિદ્ધાર્થ (Siddharth Malhotra) એ કિયારા (Kiara Advani) ને એક લક્ઝરી કાર ભેટમાં આપી છે જેની કિંમત કરોડોમાં છે.
કારની કિંમત
આ કાર ટોયોટા વેલફાયર (Toyota Vellfire) છે જે અજય દેવગન, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય, કૃતિ સેનન, અક્ષય કુમાર અને આમિર ખાન જેવા કેટલાક સ્ટાર્સ પાસે પણ છે. આ કારની કિંમત 1.12 કરોડ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા. બંનેના લગ્ન ખૂબ જ ખાનગી હતા જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ, બંનેએ અભિનેત્રીની પ્રેગનેન્સીની જાહેરાત કરી. બંનેએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "અમારા જીવનની સૌથી મોટી ભેટ આવવાની છે."
પ્રોફેશનલ લાઈફ
સિદ્ધાર્થ (Siddharth Malhotra) અને કિયારા (Kiara Advani) ની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો, તે સિદ્ધાર્થ હવે 'પરમ સુંદરી' ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે 25 જુલાઈના રોજ રિલીઝ થશે.
જ્યારે કિયારા છેલ્લે ફિલ્મ 'ગેમ ચેન્જર' માં જોવા મળી હતી. તેણે થોડા દિવસો પહેલા જ ફિલ્મ 'વોર 2' નું શૂટિંગ પૂર્ણ કર્યું છે જે ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં કિયારા ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.