
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકીઓએ મોટો હુમલો કર્યો હતો. અહીં બૈસારન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી. આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 20 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
દરમિયાન, પહલગામ હુમલાને લઈને દેશભરમાં ભારે આક્રોશ છે. દેશવાસીઓ સરકાર પાસે બદલો લેવાની માંગ કરી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પહલગામના કેટલાક લોકો આ હુમલા અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન પાછળ બેઠેલો એક વ્યક્તિ હસતો જોવા મળે છે.
https://twitter.com/erbmjha/status/1914684595737395648
ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર જવા થયા રવાના
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર નવી દિલ્હીથી જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ દિલ્હીથી પહેલગામ પહોંચી રહ્યા છે. સાઉદીની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે ગૃહમંત્રી શાહ સાથે પણ ફોન પર વાત કરી છે.