
IPL 2025માં, આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમોએ કુલ 8 IPL ટાઈટલ જીત્યા છે, પરંતુ IPL 2025માં બંને ટીમો હજુ સુધી કઈ ખાસ નથી કરી શકી. ઋતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, તેથી એમએસ ધોની (MS Dhoni) CSKની કેપ્ટનશિપકરશે. આજે IPL 2025ની 25મી મેચ છે, જે ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ કે આ મેચ માટે પિચ રિપોર્ટ, મેચ પ્રિડિક્શન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન.
પિચ રિપોર્ટ
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સ્પિન બોલરોની તરફેણ કરે છે. આ સિઝનમાં પિચનું સ્વરૂપ બદલાયું હોય તેવું લાગે છે, છતાં સ્પિન બોલરો અહીં તબાહી મચાવી શકે છે. KKR એક વધારાનો સ્પિનર મેદાનમાં ઉતારી શકે છે, તેથી મોઈન અલી પ્લેઈંગ ઈલેવનમાં સ્પેન્સર જોન્સનની જગ્યાએ રમી શકે છે. અહીં પ્રથમ બેટિંગ કરતી વખતે એવરેજ સ્કોર 164 રન છે. વર્તમાન સિઝનમાં, ટીમો માટે અહીં ટાર્ગેટ ચેઝ કરવો મુશ્કેલ સાબિત થયું છે. આ મેદાન પર પ્રથમ રમતા RCB અને DCએ સ્કોરબોર્ડ પર 180થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો, જેને તેઓ સરળતાથી ડીફેન્ડ કરી શક્યા હતા.
મેચ પ્રિડિક્શન
CSK અને KKR વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાંથી CSK 19 વખત અને KKR ફક્ત 10 વખત જીત્યું છે. એક મેચ રદ્દ કરવામાં આવી હતી. CSK અને KKR વચ્ચે રમાયેલી છેલ્લી 10 મેચોમાં, CSK એ પ્રભુત્વ જાળવ્યું છે કારણ કે તેણે 7 વખત KKRને હરાવ્યું છે. છેલ્લા 10 મુકાબલામાં, KKR એ ફક્ત 3 વાર CSKને હરાવ્યું છે. IPL 2025માં, ચેન્નાઈની ટીમ તેના હોમ ગ્રાઉન્ડની પરિસ્થિતિઓનો લાભ લેવામાં નિષ્ફળ રહી છે, જ્યારે ગાયકવાડની ગેરહાજરી KKRને માનસિક રીતે પણ ફાયદો કરાવશે. જો KKR તેની યોજના મુજબ રમે તો તે આજે ચેન્નાઈને હરાવી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
CSK: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ, મથિશા પાથિરાના.
KKR: ક્વિન્ટન ડી કોક, સુનિલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.