IPL 2025 હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે, પરંતુ પ્લેઓફમાં પહોંચનારી ટોપ 4 ટીમો કોણ હશે તે કહેવું હજુ પણ મુશ્કેલ છે. આજે એટલે કે 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ (DC) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. DC એ પોતાની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમી હતી જેમાં તેને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, KKR વિશે વાત કરીએ તો, તેની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે હતી જે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે આ મેચ KKR માટે કરો ય મરો મેચ છે કારણ કે આ મેચ હાર્યા બાદ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. આ દરમિયાન, અમે તમને જણાવીશું કે DC અને KKRની મેચમાં અરુણ જેટલી સ્ટેડિયમની પિચની સ્થિતિ શું હશે.

