સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે IPL 2025માં શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે તેણે તેની પહેલી જ મેચમાં રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું હતું, પરંતુ તે પછી તેની જીતની ગાડી પાટા પરથી ઉતરી ગઈ. હૈદરાબાદના બેટ્સમેન KKR સામે ફ્લોપ સાબિત થયા. રન બનાવવાનું તો ભૂલી જાવ, બેટ્સમેન માટે ક્રીઝ પર ટકી રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. બેટ્સમેનોના નબળા પ્રદર્શનને કારણે ટીમ 80 રનથી હારી ગઈ.

