Home / Sports / Hindi : Kuldeep Yadav Slaps Rinku Singh during DCVsKKR Match in IPL 2025

IPL 2025: કુલદીપ યાદવે રિન્કુ સિંહને મારી થપ્પડ, KKRનો સ્ટાર ભડક્યો; ફેન્સને શ્રીસંતની યાદ આવી

IPL 2025: કુલદીપ યાદવે રિન્કુ સિંહને મારી થપ્પડ, KKRનો સ્ટાર ભડક્યો; ફેન્સને શ્રીસંતની યાદ આવી

IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું હતું.  મેચ બાદ દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવે KKRના રિન્કુ સિંહને બે થપ્પડ મારી હતી. જોકે, આ મજાકમાં થયુ હતું. આ ઘટના જોઇને ફેન્સને હરભજન સિંહ અને શ્રીસંતના થપ્પડકાંડની યાદ આવી ગઇ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કુલદીપે અચાનક રિન્કુને બે થપ્પડ મારી

દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવે કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેન રિન્કુ સિંહને બે થપ્પડ મારી હતી. કુલદીપ બીજી થપ્પડ મારે છે ત્યારે રિન્કુ સિંહ ગુસ્સામાં તેની તરફ જુવે છે અને કઇક કહે છે.કુલદીપની આ હરકતથી KKR સ્ટાર ઘણો નારાજ જોવા મળે છે. 

કુલદીપના આ વ્યવહાર પર સોશિયલ મીડિયા યૂઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાકે તો એવી પણ માંગ કરી છે કે BCCIએ કુલદીપ યાદવ પર પ્રતિબંધ મુકવો જોઇએ.કેટલાક યૂઝર્સે બે મિત્રોની હસી મજાક ગણાવતા કહ્યુ કે આ ઘટનાને ગંભીરતાથી ના લેવી જોઇએ. મહત્ત્વપૂર્ણ છે કે કુલદીપ યાદવ અને રિન્કુ સિંહ બન્ને ઉત્તર પ્રદેશ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે અને બન્ને સારા મિત્ર છે.

 

 

 

 

Related News

Icon