ચર્ચાસ્પદ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અંગે ટિખળ કરતો વીડિયો જાહેર કર્યો છે. જોકે યુટયુબ પર કોપીરાઇટના ભંગનો મામલો આગળ કરી ટી-સિરિઝ દ્વારા કુણાલ કામરાના કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અંગેના આ પેરોડી વિડિયોને બ્લોક કરવામાં આવતાં બુધવારે કુણાલ કામરાએ ટી-સિરિઝની ટીકા કરી હતી. કામરાએ બુધવારે તેના સ્ટેન્ડ અપ સ્પેશ્યલ નયા ભારત પર નાણાં પ્રધાન અને તેમની નીતિઓની ટીકા કરતો પેરોડી વિડિયો હવા હવાઇ રજૂ કર્યો હતો. મૂળ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના આ ગીતના કોપીરાઇટ ટી-સિરિઝ પાસે હોવાથી તેણે કામરાના વિડિયોને બ્લોક કર્યો હતો.

