Home / Gujarat / Tapi : Minister Kunwarji telling Christians about Jesus

Tapi News: વટાળના વિરોધ વચ્ચે રાજકારણ ગરમાયું, મંત્રી કુંવરજીએ ખ્રિસ્તીઓની ઈસુ કથા કર્યાનું આવ્યું સામે

Tapi News: વટાળના વિરોધ વચ્ચે રાજકારણ ગરમાયું, મંત્રી કુંવરજીએ ખ્રિસ્તીઓની ઈસુ કથા કર્યાનું આવ્યું સામે

તાપી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્માંતરણ મુદ્દે હાલ ચાલતા વિવાદ વચ્ચે હવે રાજકારણમાં પણ નવા વંટોળ ઊભા થયા છે. રાજ્ય સરકારના મંત્રી અને હિન્દુ વિચારધારાને માનનારા ગણાતા કુંવરજી હળપતિનો ખ્રિસ્તી સમાજને સંબોધન કરતો એક વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થયો છે. જેમાં વિડિયોમાં કુંવરજી હળપતિ ખ્રિસ્તી સમુદાય માટે "ઈસુ કથા"નો ઉલ્લેખ કરતાં દેખાઈ રહ્યા છે. તેમનો અંદાજ અને ભાષા એવી છે કે જે ખ્રિસ્તી સંસ્થાઓ અથવા સમારોહમાં આપવામાં આવતી ભાષા સાથે સુસંગત લાગે છે. જોકે આ વિડિયો ક્યારનો છે અને કયા સ્થળનો છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંત્રીનો જૂનો વિડિયો હોવાનો અંદાજ

તાપી જિલ્લામાં હાલમાં શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિ અટકાવવા માટે કલેક્ટર અને શિક્ષણ વિભાગ દ્વારા કડક માર્ગદર્શન અપાઈ રહ્યા છે અને ધર્માંતરણ જેવા ગંભીર આક્ષેપોની તપાસ ચાલી રહી છે. આવા સમયે રાજ્યના મંત્રીનો આવો વિડિયો વાયરલ થવું ભારે ચર્ચાનો વિષય બન્યું છે.વિડિયો વાયરલ થતાની સાથે જ રાજકીય વળાંકો પણ તેજ બન્યા છે. વિપક્ષ તેમજ સામાજિક સંસ્થાઓમાં વિરોધનું મોજું ઊભું થયું છે કે જ્યારે જિલ્લાની શાળાઓમાં ધાર્મિક પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવી રહી છે, ત્યારે સરકારી મંત્રી ખુદ કોઈ ચોક્કસ ધર્મને ઉદ્ઘોષતા દેખાઈ રહ્યા છે. હાલ મંત્રી કુંવરજી હળપતિ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પણ સમગ્ર ઘટનાએ તાપી જિલ્લાની રાજકીય હલચલમાં ગરમાવો લાવી દીધો છે.

 

Related News

Icon