
Operation Sindoor બાદ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કચ્છમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. કચ્છમાં પાકિસ્તાન સામે વધતા તણાવ વચ્ચે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઇ પણ અફવા પર ધ્યાન ના આપવા જણાવવામાં આવ્યું છે.
કચ્છમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવી
કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, "તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં."
https://twitter.com/collectorkut/status/1921059069382517028
કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ
કચ્છમાં સતત પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાનના આ પ્રયાસને આપણી સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ બનાવી રહી છે. પાકિસ્તાન દ્વારા Operation Sindoor બાદ ભારત પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે જેનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
કચ્છમાં હાઇએલર્ટ
પાકિસ્તાન સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.