
નાંદોદ તાલુકાના રામપુરા ( માંગરોળ) ગામના જાણીતા ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ પુરષોત્તમ મહારાજ ચિઠ્ઠીમાં આત્માવિલોપનો ઉલ્લેખ કરીને ગુમ થતાં આખા પંથકમાં ભઆરે ચકચાર મચી જવા પામી છે.
ધનેશ્વર મહાદેવ મંદિરના પુરુષોત્તમ મહારાજ ચિઠ્ઠીમાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના સદાનંદ મહારાજ પુરૂષોત્તમ મહારાજ ઉ.વ.આશરે ૫૬ વર્ષ મૂળ રહેઠાણ ધનેશ્વર મહાદેવ મંદિર રામપુરા (માંગરોળ) અચાનક ગુમ થઈ ગયા હતા. તેઓ"કોઇને પણ કંઇ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચિઠ્ઠી લખી મૂકી પોતે ક્યાંક જતા રહ્યા હતા.પત્રમાં તેમને જાનકીદાસનો પરિવાર હેરાન કરતો હોવાનો અને જાનકી દાસની પત્નીને હેરાન કરવા મદદ લેતા હોવાનો ઉપરાંત તંત્રને પણ આ અંગેની જાણ છે છતાં કોઈ કાંઈ કરવા કે બોલવા તૈયાર ન હોવાનું અને સ્વમાન ઘવાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે સ્થાનિકોએગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ પોલીસ કરી રહી છે.