અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક અઠવાડિયાનો સમય વીતી ગયો છે. દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના દાવાઓની પતાવટ કરવામાં વીમા કંપનીઓ પડકારોનો સામનો કરી રહી છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં આ દુર્ઘટનામાં પોલિસીધારક અને તેમના નોમિની બંને મૃત્યુ પામ્યા છે. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક અકસ્માતમાં, આખા પરિવારના નાશ થવાના અથવા પતિ-પત્નીમાંથી એકના મૃત્યુના કિસ્સાઓ સામે આવ્યા છે. વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પર 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

