Home / Lifestyle / Beauty : Has the neck turned black?

Sahiyar: ગર્દન કાળી પડી ગઈ છે?

Sahiyar: ગર્દન કાળી પડી ગઈ છે?

એક યુવતી સલવાર-કમીઝ પહેરે છે, પણ દુપટ્ટાથી તેની ડોક ઢાંકી દે છે. જ્યારે સલવાર-કમીઝ નથી પહેરતી ત્યારે પણ શૉલથી પોતાની ગર્દન ઢાંકી રાખે છે. આવું એ માટે તે કરે છે કેમ કે તેની ગર્દન પર ટેનિંગ છે. જો દુપટ્ટા અને શૉલ સાથે ગર્દન ઢાંક્યા વિના એ ઘરમાંથી બહાર નીકળે તો લોકો તેને ગર્દન શા માટે કાળી થઈ ગઈ જેવા અનેકવિધ પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખે છે. તેને શરમમાં નાખી દેશે. આથી તે કેટલો પણ સારો ડ્રેસ પહેરીને ઘરમાંથી નીકળે ત્યારે તેની ડોક તો દુપટ્ટા અથવા શૉલથી ઢાંકેલી જ રાખે છે. આ તેની એક મજબૂરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આવું માત્ર આ એક યુવતીને જ નથી થયું, કેટલાંય લોકો એવા છે, જેની ગર્દન પર ટેનિંગની સમસ્યા થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવા ઉપરાંત તમારે તમારા સ્કિન કેર રૂટિનમાં કેટલાંક એવા નુસખાને જોડવા જોઈએ, જે તમારી તમારી ત્વચાની દેખભાળ કરે અને તેને ટેન થયાથી બચાવે.

અહીં ગર્દનની ટેનિંગને દૂર કરવાની પાંચ ટીપ આપવામાં આવી છે, જે ખૂબ જ સસ્તી છે અને બજારમાંથી તેના માટે જરૂરી ચીજવસ્તુઓ સહેલાઈથી મળી જશે.

કાકડી

હવે તો કાકડી ચોમાસા ઉપરાંત અન્ય સિઝનમાં પણ મળી જાય છે. ટેનિંગની સમસ્યા ગરમીની મોસમમાં વધુ વકરે છે અને કાકડી તમને આ મોસમમાં સૌથી વધુ પ્રમાણમાં મળી જશે. આથી તમારી ડોક પરથી ટેનિંગ દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરવો જોઈએ. કાકડીમાં વિટામીન સી પણ હોય છે, જે ત્વચાના રંગને હળવો કરે છે. ત્વચાનો કાળો રંગ દૂર થઈ જાય છે.

સામગ્રી : એક મોટો ચમચો કાકડીનો રસ, ૧ નાની ચમચી ગુલાબ જળ.

રીત : કાકડીના રસમાં ગુલાબ જળ મિક્સ કરવું અને આ પછી આ મિશ્રણથી ગર્દનને સ્વચ્છ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારી ગર્દનનો કાળો રંગ ઓછો થશે અને ત્વચા પર ચમક આવશે. સાથેસાથ એ વાતનું ધ્યાન રાખવું કે તમારી ગર્દનને રગડવાની નથી.

મધ

મધમાં પ્રાકૃતિક બ્લીચિંગ પ્રોપર્ટીઝ હોય છે, તમે તેને (મધ) પણ ગર્દન પર લગાવી શકો છો. જો તમારી ત્વચા ડ્રાઈ હોય કે ડેડ-સ્કિનની પરત જામી હોય તોય તમારી ત્વચાને ટેન થયું હોય એવું જણાશે.

સામગ્રી : એક નાની ચમચી મધ, લીંબુના રસના ચાર ટીપા.

રીત : મધ અને લીંબુના રસનું મિશ્રણ કરી ગર્દન પર લગાડવું. થોડો સમય આ મિશ્રણને ગર્દન પર રહેવા દેવું. આ પછી તમે ગર્દનને પાણીથી સાફ કરો. જો કે આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે મધ અસલી હોવું જોઈએ. જો તમે રોજ આ રીતે ગર્દન સાફ કરશો તો તમને ઘણો ફાયદો થશે.

બટાટા

બટાટામાં પણ વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે ત્વચાને બ્લિચિંગ પણ કરે છે. તમે બટાટાના રસની મદદથી પણ ગર્દનની ટેનિંગને દૂર કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખો કે બટાટામાં એક પ્રકારનું એસિડ (ફેનોલિક એસિડ) પણ હોય છે, તેથી બટાટાના રસને સીધું ત્વચા પર ન લગાડો. આમેય બટાટાનું આ એસિડ ત્વચામાં કોલાજેન બુસ્ટ કરે છે અને ત્વચામાં નિખાર લાવે છે.

સામગ્રી : એક મોટો ચમચો બટાટાનો રસ અને એક મોટો ચમચો એલોવેરા જેલ.

રીત : બટાટાના રસમાં એલોવેરા જેલને મિક્સ કરી તેને ગર્દન પર લગાડો. તમે આવું દિવસમાં બેથી ત્રણવાર કરી શકો છો. આથી તમારી ગર્દન કેટલાક દિવસોમાં સાફ દેખાવા લાગશે કેમ કે બંનેમાં વિટામીન-સી હોય છે.

કેળાની છાલ

કેળાની છાલમાં પણ બ્લિચિંગ પ્રોપટીઝ હોય છે. તમે તેને ગર્દન પર ધીમે ધીમે ઘસી શકો  અને નિયમિત આવું કરવાથી તમને ઘણો લાભ થશે.

સામગ્રી : એક કેળાની છાલ અને એક મોટો ચમચો દહીં.

રીત : કેળાની છાલ પર દહીં લગાડો અને ગર્દન પર તેને ધીમે-ધીમે રગડો. ૧૫ મિનિટ તમે ગર્દનને સાફ કરી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે.

દૂધ અને હળદર

દૂધ એક સારું પ્રાકૃતિક એક્સફોલિયેટર છે અને તેમાં તમે જ્યારે હળદર મિક્સ કરીને લગાવો છો તો ત્વચા ખૂબ જ સારી રીતે બ્લીચ પણ થઈ જાય છે. આનાથી તમે ગર્દનની ટેનિંગને પણ ખૂબ ઓછી કરી શકો છો.

સામગ્રી : એક મોટો ચમચો દૂધ, ચપટી હળદર.

રીત : દૂધમાં હળદર મિક્સ કરો. આ મિશ્રણમાં કોટન-પેડ (સુતરાઉ કાપડ) ભીંજવી લો અને પછી તેને ગર્દન પર લગાવો. નિયમિત રીતે આવું કરવાથી અને ૧૦ મિનિટ પછી પાણીથી ધોઈ નાખ્યા પછી ગર્દનને સાફ કરી લો. તેના પણ તમને ખૂબ જ જલદી સારા પરિણામ જોવા મળશે.

નોંધ : જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ઉપર જણાવેલા નુસખા અજમાવતા પહેલાં એક વખત પેચ-ટેસ્ટ કરાવી લેવું જરૂરી છે.

Related News

Icon