Home / Lifestyle / Beauty : These 3 drinks are a tonic for your skin

Beauty Tips / સ્કિન માટે ટોનિકથી ઓછા નથી આ 3 ડ્રિંક્સ, દરરોજ પીશો તો બમણી થઈ જશે તમારી સુંદરતા!

Beauty Tips / સ્કિન માટે ટોનિકથી ઓછા નથી આ 3 ડ્રિંક્સ, દરરોજ પીશો તો બમણી થઈ જશે તમારી સુંદરતા!

શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે ફ્લોલેસ, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે? શું તમે પણ મોંઘા સીરમ, ફેશિયલ અને અસંખ્ય બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચો છો, તેમ છતાં તમને તેનાથી સારું પરિણામ નથી મળતું?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જો હા, તો જાણી લો કે તમારી શોધનો જવાબ તમારા રસોડામાં જ છુપાયેલો છે. કેટલાક ડ્રિંક્સ એવા છે જે દરરોજ પીવાથી તમે જોશો કે તમારી સુંદરતા ખરેખર બમણી થઈ ગઈ છે. ચાલો જાણીએ તે ડ્રિંક્સ અને તેને પીવાની રીત વિશે.

લીંબુ પાણી

લીંબુ વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, જે કોલેજન ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે એક શક્તિશાળી એન્ટી-ઓકિસડન્ટ પણ છે જે ત્વચાને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે.

આવી સ્થિતિમાં, સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ટોકસિન્સ દૂર થાય છે, જેનાથી ત્વચા અંદરથી સ્વચ્છ અને ચમકદાર બને છે. આ માટે, એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નિચોવીને દરરોજ સવારે ખાલી પેટે પીવો.

ગ્રીન ટી

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવા માટે જ મદદરૂપ નથી થતી, પરંતુ તે તમારી ત્વચા માટે એક સુપરફૂડ પણ છે. ગ્રીન ટી એન્ટી-ઓકિસડન્ટોથી ભરપૂર છે, ખાસ કરીને કેટેચિન. આ એન્ટી-ઓકિસડન્ટ ત્વચાને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવે છે, બળતરા ઘટાડે છે અને સ્કિન સેલ્સને હેલ્ધી રાખે છે.

તમને જણાવી દઈએ કે, તે ત્વચાને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ છે. આ માટે, એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી બેગ અથવા એક ચમચી ગ્રીન ટીના પાન નાખો. પછી તેને 2-3 મિનિટ માટે ડુબાડીને ગાળીને પીવો. તમને જણાવી દઈએ કે, તમે તેને દિવસમાં 1-2 વખત પી શકો છો.

નારિયેળ પાણી

નારિયેળ પાણી ફક્ત તાજગી જ નથી આપતું, પરંતુ તમારી ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપૂર હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે.

જ્યારે શરીર હાઈડ્રેટેડ હોય છે, ત્યારે ત્વચા નરમ અને ચમકદાર પણ રહે છે. તેમાં સાયટોકિનિન પણ હોય છે, જે સેલ્સના ગ્રોથને પ્રોત્સાહન આપે છે અને એજિંગ પ્રોસેsને ધીમી કરે છે. નારિયેળ પાણી સવારે વહેલા પીવું વધુ સારું છે, નહીં તો તેને દિવસના કોઈપણ સમયે પી શકાય છે.

Related News

Icon