
સમર શરૂ થતા જ દરેકને કંઈક નવું પહેરવાની ઈચ્છા થાય છે. આવો જાણીએ, આ સમરમાં તમારું વોર્ડરોબ કલેક્શન કેવું હોવું જોઈએ !
સીક્વન્સસ વર્કવાળા કપડાં :
સમરમાં સીક્વન્સસ કપડાં પસંદ કરવામાં આવે છે. એક સારા દિવસની શરૂઆત કરવા માટે સીક્વેંસ વર્કવાળું ટોપ અને લેગિંગ પહેરો કે પછી એ લાઈન સ્કર્ટ પહેરો,આ બંને ડ્રેસિસ તમને સ્ટાઈલિંગ લુક આપશે. ગોલ્ડન સિલ્વર જેમ કે ચમકતા રંગની સાથેસાથે બ્લૂ,બ્લેક,રેડ,ઓરેન્જ,મજેન્ટા બોર્ડ રંગનો ઉપયોગ કરો. તેની સાથે હળવા રંગનો સ્કાર્ફ અથવા જેકેટ પહેરો, મેચિંગ માસ્કની પણ વ્યવસ્થા કરી રાખો.
પેસ્ટલ કલરના કપડાં :
આ મોસમમાં પેસ્ટલ એટલે હળવા રંગના કપડાં તમારા વોર્ડરોબના સૌથી બેસ્ટ વિકલ્પ હશે. યલો,પર્પલ,ગ્રીન,પિંક, ઓરેન્જ જેવા રંગના કપડાં પસંદ કરો. આ રંગ હળવા જરૂર હોય છે, પરંતુ આકર્ષક લાગે છે.
વિંટેજ ફ્લોરલ્સ :
આ પ્રકારના કપડાંનો ટ્રેન્ડ ૪૦ અને ૫૦ ના દાયકામાં હતો. હવે ફરીથી તેની ડિમાન્ડ વધી છે. ફ્લોરલ ડિઝાઈનવાળી મેક્સી અથવા મિડી પહેરો કે પછી ફ્લોરલ ટોપ સાથે ડેનિમ જેકેટ પહેરશે. તે ઉપરાંત ફ્લોરલ પ્રિન્ટવાળો સ્કાર્ફ, મોબાઈલ કવર,બેગ અથવા મોજા પણ અજમાવી શકો છો.
હેરિટેજ ચેક્સ :
સમરમાં ફોર્મલ કપડા માટે આ બેસ્ટ ઓપ્શન છે. હેરિટેજ ચેક પેટર્નની ફ્લોટી કેમિનિન બિઝનેસ સૂટ અજમાવો. આ કોઈ પણ ઓફિશિયલ મીટિંગ માટે પરફેક્ટ છે,પ્લેન પેન્સિલ સ્કર્ટ અથવા ટ્રાઉઝર સાથે લિનન શર્ટ પણ પહેરી શકો છો. ચેક્સ શર્ટને તમે રોજિંદા કપડાના વિકલ્પ રૂપે પહેરી શકો છો, તેને વધારે આકર્ષક બનાવવા માટે તેની સાથે સ્કાર્ફ પહેરી શકો છો.
ફ્રિઝી ડ્રેસ :
સાંજને શાનદાર બનાવવા કે પછી ડિનર પર જવા માટે ફ્રિઝી સ્કર્ટ પહેરો. તેની સાથે ઊંચી એડી અથવા જાડી એડીવાળા સેન્ડલ પહેરી શકો છો. કોકટેલ રિંગ અથવા સુંદર રાઉન્ડ એરિંગ્સ પહેરીને સ્ટાઈલ વધારી શકો છો.
લાઈલેક કલર (લાઈટ પર્પલ) :
લાઈલેક રંગ સમરમાં ખૂબ શોભે છે. લવેન્ડર શેડ અનેક રીતે કેરી કરી શકાય છે, લાઈલેક ટોપ અને બ્લાઉઝથી લઈને ટ્રાઉઝર અને સ્કર્ટ ટ્રાય કરી શકો છો. આ રંગને ચટક અને હળવા બંને પ્રકારના રંગ સાથે પેર કરીને પહેરી શકો છો.
પેન્સિલ સ્કર્ટ :
પેન્સિલ સ્કર્ટ એવો વિકલ્પ છે, જે દરેક મોસમ પ્રમાણે બેસ્ટ ગણાય છે અને તે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતું. પેન્સિલ સ્કર્ટને પેપલમ ટોપ,રફલ્ડ સ્લીવ બ્લાઉઝ કે પછી શર્ટ સાથે અજમાવો. શાનદાર લુક પ્રદાન કરશે.
સ્ટાઈલિશ કોલ્ડ શોલ્ડર્સ :
તે અનેક રીતે સ્ટાઈલિંગ ઓપ્શન આપે છે અને તેને અનેક પ્રકારના કપડાં સાથે પહેરી શકો છો. ઓફિસમાં શર્ટની જેમ,પાર્ટીમાં ટોપની જેમ,ઈવનિંગ પાર્ટીમાં ગાઉનની જેમ.
ઓફ શોલ્ડર્ડ ડ્રેસ :
ઓફ શોલ્ડર એક એવો ટ્રેન્ડ છે, જે હંમેશાં ટ્રેન્ડમાં રહે છે. આ વર્ષે પણ એવા ડ્રેસિસ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઓફ શોલ્ડર ડ્રેસ કોઈ પણ પ્રકારની લોંગ નિકર શોર્ટ ડ્રેસ ટોપ સાથે પહેરી શકાય છે.
બેલબોટમ :
બેલબોટમ ૮૦ ના દાયકાનો ટ્રેન્ડ છે, પરંતુ સમયની સાથે તે પાછો આવી રહ્યો છે. આ એક સ્ટાઈલિશ રેટ્રો સમર ઓપ્શન છે.
વાઈડ લેગ ટ્રાઉઝર :
આવા ટ્રાઉઝર આરામદાયક હોય છે અને સ્ટાઈલિશ પણ, તેને કોઈ પણ સિલ્ક અને શિમરના ટોપ તેમજ પૂરી બાયના શર્ટ સાથે પહેરી શકો છો.