Home / Lifestyle / Health : If you want to keep your heart healthy adopt good habits.

Health Tips : હૃદયને નિરોગી રાખવું હોય તો અપનાવો સારી ટેવ, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટશે

Health Tips : હૃદયને નિરોગી રાખવું હોય તો અપનાવો સારી ટેવ, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટશે

આજકાલ ખરાબ થઈ રહેલી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવા-પીવાની ટેવના કારણે લોકો અનેક ગંભીર બીમારીની લપેટમાં આવી રહ્યા છે. સતત કલાકો સુધી બેસીને કામ કરવાથી સ્થૂળતા તો વધી જ રહી છે પરંતુ આ સાથે જ ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધી રહ્યું છે. આનાથી બચવા માટે હેલ્ધી ટેવ અપનાવવી જરૂરી છે. હૃદય રોગની વાત કરીએ તો આજે વિશ્વમાં મોટાભાગના મૃત્યુ હૃદય રોગને કારણે જ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નાની ઉંમરમાં જ લોકોને હાર્ટ એટેક (Heart Attack) આવી રહ્યો છે. આજે અમે તમને કેટલીક એવી ટેવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો તે ટેવ વિશે વિગતવાર...

દિવસની શરૂઆત મેડિટેશનથી કરો

જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દિવસની શરૂઆત મેડિટેશનથી કરવી. વાસ્તવમાં ઊંડા શ્વાસ લેવા અને મેડિટેશન કરવાથી હૃદય તંદુરસ્ત રહે છે. તમને જણાવી દઈએ કે તણાવ હૃદયનો સૌથી મોટો દુશ્મન છે. તમે યોગ અને ધ્યાન દ્વારા બીપીને પણ કંટ્રોલ કરી શકો છો. તેનાથી હૃદય પર દબાણ ઓછું થાય છે.

હેલ્ધી ડાયટ

જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોય, તો તમારે તમારા ડાયટમાં હેલ્ધી વસ્તુઓ સામેલ કરવી જોઈએ. તમે ફાઈબર, વિટામિન અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર શાકભાજી અને ફળોનું સેવન કરો. બીજી તરફ આખા અનાજ પણ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર માછલી અને અખરોટ પણ કોઈ વરદાનથી ઓછા નથી. જો તમે હાર્ટ એટેકથી પોતાને બચાવવા માંગતા હોય, તો મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.

સારી ઊંઘ

હૃદયના સ્વાસ્થ્ય માટે ઊંઘ સૌથી જરૂરી છે. એક્સપર્ટ પણ 7થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે. જો તમને પૂરતી ઊંઘ ન મળે તો તે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

વૉક ચોક્કસ કરો

દરરોજ ભોજન કર્યા બાદ સ્પીડમાં વૉક કરવું જોઈએ. તેનાથી પણ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. ભોજન પછી 10 મિનિટ વૉક કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

નિયમિત બ્લડ ટેસ્ટ કરાવો

હૃદય રોગથી બચવા માટે નિયમિતપણે બ્લડ ટેસ્ટ કરાવવું જરૂરી છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાનું સરળ બને છે. હૃદયની સાચી સ્થિતિ જાણવા માટે ડૉક્ટરના સંપર્કમાં રહો.

 

Related News

Icon