Home / Lifestyle / Health : People who consume peas should be careful.

વટાણાનું સેવન કરતા લોકો થઈ જજો સાવધાન! થઈ શકે છે આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ

વટાણાનું સેવન કરતા લોકો થઈ જજો સાવધાન! થઈ શકે છે આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ

શિયાળાની ઋતુ આવતાની સાથે જ લોકો વટાણાના સૌથી વધુ દિવાના થઈ જાય છે. એટલું જ નહીં, વટાણાનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. વટાણામાં ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા વટાણા ખાવાથી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુરિક એસિડમાં વધારો

વટાણામાં પ્યુરિન જોવા મળે છે, જે શરીરમાં પ્રવેશતા જ યુરિક એસિડમાં ફેરવાઈ જાય છે. જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે કિડનીમાં પથરી અને સંધિવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ સંધિવા કે કિડનીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો હવે વટાણાનું સેવન ઓછું કરો. જો તમે ખાધા વગર રહી શકો છો તો તેનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો.વજન ઘટાડવામાં મુશ્કેલી

વટાણા ખાવાથી વજન ઘટાડવામાં ઘણી સમસ્યાઓ થાય છે. વટાણામાં કાર્બોહાઇડ્રેટ અને સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે. ભલે આ તત્વ શરીરમાં ઉર્જાનો મજબૂત સ્ત્રોત હોય, પણ તેનું વધુ પડતું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે. જ્યારે તેને ઉચ્ચ કેલરીવાળા ખોરાક સાથે ખાવામાં આવે છે ત્યારે આવું થાય છે.

કિડની સંબંધિત સમસ્યાઓ

વટાણામાં પ્રોટીન મોટી માત્રામાં હોય છે. કિડની પ્રોટીન તોડવાનું અને શરીરમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ વટાણા ખાવાનું ટાળવું જોઈએ.

પાચન સમસ્યાઓ

વધુ પડતા વટાણા ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. વટાણામાં વધું માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે, પરંતુ જો વટાણા વધુ માત્રામાં ખાવામાં આવે તો પેટ ફૂલવું, ગેસ, કબજિયાત અથવા ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

 


Icon