Home / Lifestyle / Health : Stop using these five types of cooking oils right now

રસોઈમાં પાંચ પ્રકારના તેલનો ઉપયોગ અત્યારે જ બંધ કરી દો! આરોગ્યને થઇ શકે છે નુકસાન

રસોઈમાં પાંચ પ્રકારના તેલનો ઉપયોગ અત્યારે જ બંધ કરી દો! આરોગ્યને થઇ શકે છે નુકસાન

ભોજન બનાવતી વખતે તમે ઘણી વખત એવા તેલનો ઉપયોગ કરવા ઈચ્છો છો જેનાથી તમારા પરિવારનું આરોગ્ય સારુ રહે. સાથે જ ભોજનનો સ્વાદ પણ શાનદાર હોય. દરમિયાન ઘણા પ્રકારના  તેલ આરોગ્ય માટે ખૂબ સારા ગણાવવામાં આવે છે પરંતુ અમુક તેલ એવા પણ હોય છે, જે તમારી અને તમારા પરિવારની તબિયત બગાડી શકે છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મકાઈનું તેલ

મકાઈનું તેલ આરોગ્ય માટે ખૂબ નુકસાનદાયક હોય છે. જેમાં હાજર પોટેન્શિયલ ટોક્સિકથી કેન્સરનું જોખમ વધી જાય છે. આ સિવાય પેટ અને વજન વધવુ જેવી સમસ્યા પણ થઈ શકે છે. હાર્ટના આરોગ્ય માટે પણ મકાઈના તેલને સારુ માનવામાં આવતુ નથી. આમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બીજા તેલની સરખામણીએ ખૂબ વધુ હોય છે. 

સોયાબીનનું તેલ

સામાન્યરીતે ભારતીય પરિવારોમાં સોયાબીનનું તેલ ખૂબ વધુ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે આ  તેલમાં ઓમેગા-6 ખૂબ વધુ હોવાના કારણે આ આરોગ્ય માટે જોખમી છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી ચૂકી છે કે સોયાબીનનું તેલ ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને ડિપ્રેશન વગેરે બીમારીઓ થઈ શકે છે. 

સૂર્યમુખીનું તેલ

સૂર્યમુખીનું તેલ પણ આપણા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જોકે આ તેલમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે જેનું વધુ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને તકલીફ થઈ શકે છે. આનાથી કોલેસ્ટ્રોલનું જોખમ પણ વધે છે.

રાઈસ બ્રાન ઓઈલ

રાઈસ બ્રાન ઓઈલને આરોગ્ય માટે ખૂબ સારુ ગણાવાયુ છે. હાઈ સ્મોક પોઈન્ટ અને વિટામિન ઈ માટે આ તેલના ખૂબ વખાણ થાય છે પરંતુ આ યોગ્ય નથી. આ તેલમાં ઓમેગા-6 ફેટી એસિડ ખૂબ વધુ હોય છે. દરમિયાન આ તેલનું સેવન વધુ કરવા પર શરીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6નું બેલેન્સ બગડી શકે છે. તેનાથી તમારા શરીર પર સોજા સબિત તમામ મુશ્કેલીઓ થઈ શકે છે.

પામ ઓઈલ

પામ ઓઈલનો ઉપયોગ કરનાર ઘણા લોકો છે પરંતુ આ તેલ આરોગ્યની સાથે-સાથે પર્યાવરણ માટે પણ ખૂબ જોખમી હોય છે. આ તેલમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલ લેવલ વધવાના જોખમમાં વધારો થાય છે. સાથે જ મોટા પ્રમાણમાં તેનું સેવન કરવા પર હૃદયની બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. 


Icon