
મોટાભાગના લોકો ACસાથે પંખાનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી, તેથી આજે એમે તમને કેટલીક અદ્ભુત ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે AC એને પંખાના કોમ્બોનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવાનું શીખી જશો...
ઘણીવાર જોવા મળે છે કે લોકો AC સાથે પંખાના ઉપયોગ અંગે ખૂબ જ દ્વિધામાં હોય છે. ઘણા લોકોને એ વાતની શંકા રહે છેકે શું એર કન્ડિશનર સાથે પંખાનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? જો તમે ફક્ત આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો જવાબ છે હા. એસી સાથે ન માત્ર પંખાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ જો તમને AC અને પંખાના કોમ્બોનો ઉપયોગ યોગ્ય રીતે કરવાનું આવડે, તો તમે વીજળી બચાવીને તમારા એર કન્ડિશનરની ઠંડકને બમણી કરી શકો છો. મોટાભાગના લોકો AC સાથે પંખાનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી, તેથી આજે અમે તમને કેયલીક અદ્ભુચ ટિપ્ય જણાવીશું, જેની મદદથી તમે એસી અને પંખાના કોમેબોનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવાનું શીખી જશો..
AC અને પંખાનો કોમ્બો વીજળી બચાવે છે
ટિપ્સ પર આવતા પહેલા જાણી લઈએ કે AC અને પંખાનો કોમ્બો વીજળી કેવી રીતે બચાવે છે. જો તમે AC સાથે પંખો ચલાવો છો, તો તમારે ACનું તાપમાન ખુબ ઓછું કરવાની જરુર નહીં પડે. તમે ACનું તાપમાં 24 થી 26 ડિગ્રી પર સેટ કરી શકો છો, અને પંખો ઠંડી હવાને ફેલાવીને તમને એટલી જ ઠંડક આપશે, જેટલી તમે 18-20 ડિગ્રી પર મેળવો છો. ઉપરાંત, જ્યારે પંખાની મદદથી રુમ ઝડપથી ઠંડો થાય છે, ત્યારે ACના કોમ્પ્રેસરને સતત કામ કરવાની જરુર નથી પડતી. આથી AC પર ઓછો ભાર પડે છે અને વીજળીનો વપરાશ પણ ઘટે છે. પંખા અને એસીના કોમ્બોથી તમે દર મહિને વીજળીનું બિલ નોંધપાત્ર રીતે બચાવી શકો છો હવે જાણીએ એસી અને પંખાના કોમ્બોનો યોગ્ય ઉપયોગ....
AC સાથે પંખાની ઓછી સ્પીડ ઉઘનું રહસ્ય છે
રાત્રે જ્યારે તમે સૂતા હો ત્યારે પંખાને ઓછી સ્પીડ પર ચલાવવું શ્રેષ્ઠ છે. આ ACની ઠંડકને જાળવી રાખે છે અને શરીરને ધીમે ધીમે ઠંડી હવા સતત મળતી રહે છે. આથી ઊંઘમાં કોઈ અડચણ નથી આવતી અને ACને વારંવાર ચાલુ-બંધ કરવાની જરૂર પણ નથી રહેતી. આથી વીજળીની બચત થાય છે અને ઊંઘ પણ ગાઢ આવે છે.
મધ્યમ સ્પીડ પર ઠંડી હવા સરખી રીતે ફેલાશે
જ્યારે પણ તમે AC ચાલુ કરો, ત્યારે પંખાને પૂરી સ્પીડ પર નહીં, પરંતુ મધ્યમ સ્પીડ પર ચલાવવું જોઈએ. વધુ સ્પીડથી હવા ખૂબ ઝડપથી ફરે છે, અને આથી રૂમમાં ઠંડકને સ્થિર થવામાં સમય લાગે છે. આ ઉપરાંત, આથી શરીરને પણ આંચકો લાગે છે અને ઠંડકનો અનુભવ ઓછો થાય છે. મધ્યમ સ્પીડ પર હવા ધીમે ધીમે રૂમમાં ફરે છે અને ACની ઠંડી હવા આખા રૂમમાં સંતુલિત રીતે ફેલાય છે. તમે આને આ રીતે સમજી શકો છો કે AC સાથે પૂરી સ્પીડે પંખો ચલાવવાથી જેટલા સમયમાં રૂમ ઠંડો થાય છે, તેના અડધા સમયમાં મધ્યમ સ્પીડે પંખો ચલાવવાથી રૂમ ઠંડો થઈ શકે છે. પંખાની મધ્યમ સ્પીડ દરેક ખૂણામાં સમાન ઠંડક ફેલાવે છે અને આથી આરામદાયક ઠંડકનો અનુભવ થાય છે.
AC યુનિટની સીધી હવાને પંખાની પકડમાં લાવો
પંખા અને ACના કોમ્બોની આ ટિપ્સ સૌથી વધુ ઉપયોગી છે. આમાં તમારે એસીની હવાને સીધી પંખા તરફ કરવાની છે. તમે ACની ઇન્ડોર યુનિટમાં આપેલા બ્લેડ્સને પંખાની દિશામાં ગોઠવીને આ કરી શકો છો. આથી પંખો તે ઠંડી હવાને આખા રૂમમાં સારી રીતે ફેલાવે છે. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે એસી દિવાલ પર એક ખૂણે લગાવેલો હોય અને સીધી હવા આખા રૂમમાં ન જતી હોય.
આ સ્થિતિમાં પંખો નંબર 1 સ્પીડે ચલાવો
જ્યારે તમે AC વાળા રૂમનો દરવાજો બંધ રાખો છો, ત્યારે રૂમની હવા ધીમે ધીમે ભારે અને ઠંડી થતી જાય છે. આવી સ્થિતિમાં સીલિંગ ફેનનું સતત ચાલુ રહેવું જરૂરી છે જેથી હવા અંદર ફરતી રહે. આ સર્ક્યુલેશન ACની ઠંડકને સમાન રાખે છે અને રૂમમાં દમઘોંટું લાગતું નથી. આવી સ્થિતિમાં તમે પંખાને સૌથી ઓછી સ્પીડ પર ચલાવી શકો છો. પંખાની હવા ACની ઠંડી હવાને ફેરવતી રહે છે જેથી તાજગી જળવાઈ રહે છે.