
ભાવનગરના તળાજા તાલુકાના ખંઢેરા ગામે માલધારી શખ્સ પર સિંહે હુમલો કર્યો છે. ખંઢેરા ગામે રાત્રિના સમયે માલધારી શખ્સ પોતાના માલઢોર સાથે વાડામા હાજર હતો. આ સમયે અચાનક સિંહે આવી જઈને હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં માલધારી ઈજાગ્રસ્ત થતાં તેમના માથાના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા છે. માલધારીને વધુ સારવાર માટે તળાજા ખસેડાયા છે.
તળાજાના ખંઢેરા ગામે માલધારી ઉપર હુમલો કરવા ઉપરાંત સિંહે બે ગાયનું મારણ પણ કર્યું છે. આ ઘટનાથી માલધારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.